ઓનલાઈન પસંદગી મેળા માટે વિડીયો બનાવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા જોવા માટે આ લિંકને ક્લીક કરવા વિનંતી.
૧. મોબાઈલ આડો (Landscap) રાખી, શાંત વાતાવરણમાં, ગુજરાતી ભાષામાં, મોબાઈલમાં વિડીયો બનાવશો.
૨. તમારી આજુબાજુ તમારાં માતા પિતાને બેસાડવા, તમારે વચ્ચે બેસવું. તમારાં માતા કે પિતા હયાત ના હોય તો, જે હયાત હોય તેમની સાથે બેસવું.
જો આપ વિધુર, વિધવા કે છૂટાછેડા લીધેલ હોય તો તમારાં બાળકો હોય, તો તેમને પણ બેસાડવા.
૩. તમારો પરિચય આપવો, જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ, અભ્યાસ, ગામનું નામ, નોકરી/ધંધાની વિગત, માસિક ઇનકમ, પસંદગીનું ધોરણ, માતા-પિતાનો પરિચય, ઘરના સભ્યોની માહિતી, અન્ય માહિતી.
જો આપ વિધુર, વિધવા કે. છૂટાછેડા હોય અને તમારે બાળકો હોય તો તમારે પરિચયમાં જણાવવાનું રહેશે.
૪. વિડીયો મોબાઈલમાં ઉતારનાર કોઈ ના હોય તો, મોબાઈલ તમે બેઠા છો તેની સામે ટેબલ પર મૂકી, તેના પર મોબાઇલ મૂકી, વિડીયો બનાવશો.
૫. વિડીયો બની ગયા પછી, ચેક કરી, આજે અથવા મોડામાં મોડું આવતી કાલ સુધીમાં વોટ્સએપ 9898620773 પર મોકલવા વિનંતી. મોડી માહિતી મોકલનાર વિડીયો માન્ય ગણાશે નહીં. વિડીયો મોકલતી વખતે તમારો ID No અને નામ લખી ને જ મોકલવા વિનંતી.
૬. સંસ્થાના ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપવા વિનંતી.
સૌનો સાથ, સમાજનો વિકાસ